Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ઉરુગ્વે સામે કાલે રશિયાના ખેલાડીઓની આકરી કસોટી

સુઆરેઝ રશિયન ટીમને ભીંસમાં લેવા તૈયાર : કાલે ફિફા વર્લ્ડકપમાં કુલ ૪ મેચ રમાશે : સ્પેનની ટીમ મોરોક્કો સામે ટક્કર : પોર્ટુગલ ઇરાનની વિરૂદ્ધ મેદાનમાં

મોસ્કો,તા. ૨૪ : ફિફા વર્લ્ડકપમાં આવતીકાલે ચાર મેચો રમાનાર છે જે પૈકીની પ્રથમ મેચ યજમાન રશિયા અને ઉરુગ્વે વચ્ચે રમાશે. આ મેચમાં યજમાન રશિયાની કસોટી થશે. હજુ સુધી બંને મેચો જીતીને જોરદાર દેખાવ કરનાર રશિયા પ્રથમ વખત શક્તિશાળી ઉરુગ્વે સામે ટકરાશે. આ મેચનું પ્રસારણ સાંજે ૭.૩૦ વાગ્યાથી કરવામાં આવશે જ્યારે બીજી મેચ સાઉદી અરેબિયા અને ઇજિપ્ત વચ્ચે રમાશે. ત્રીજી મેચ સ્પેન અને મોરોક્કો વચ્ચે રમાશે. આ મેચનું પ્રસારણ પણ રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ચોથી અને અંતિમ મેચ આવતીકાલે ઇરાન અને પોર્ટુગલ વચ્ચે રમાશે. આ મેચનું પ્રસારણ પણ ૧૧.૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઉરુગ્વે અને રશિયા બંને પોતાના ગ્રુપમાં ટોપની બે ટીમો રહી છે. સ્પેન અને પોર્ટુગલ પણ પોતાના ગ્રુપમાં ટોપ બે ટીમો છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે.  નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ થઇ ચુકી છે.   જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. ગ્રુપ સીમાં ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેન્ટિના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે.  ગ્રુપ એફમાં જર્મની, મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાની ટીમ છે. ગ્રુપ જીમાં બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે.પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શક્તિશાળી ટીમોમાંથી ચેમ્પિયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે.  ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે.  પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ચોથા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે.મેચોને લઇને ભારે ઉત્સાહ છે.

વર્લ્ડ કપ રોમાંચ જારી

સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર

        મોસ્કો, તા. ૨૪ :   ફિફા વર્લ્ડકપમાં આવતીકાલે ચાર મેચો રમાનાર છે જે પૈકીની પ્રથમ મેચ યજમાન રશિયા અને ઉરુગ્વે વચ્ચે રમાશે. આ મેચમાં યજમાન રશિયાની કસોટી થશે. હજુ સુધી બંને મેચો જીતીને જોરદાર દેખાવ કરનાર રશિયા પ્રથમ વખત શક્તિશાળી ઉરુગ્વે સામે ટકરાશે. આ મેચનું પ્રસારણ સાંજે ૭.૩૦ વાગ્યાથી કરવામાં આવશે જ્યારે બીજી મેચ સાઉદી અરેબિયા અને ઇજિપ્ત વચ્ચે રમાશે. ત્રીજી મેચ સ્પેન અને મોરોક્કો વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડકપમાં ૨૩મી તારીખના મેચોના પરિણામ અને આવતીકાલે રમાનારી મેચોનો કાર્યક્રમ નીચે મુજ છે.

૨૩મી તારીખની મેચોના પરિણામ

*   બેલ્જિયમની ટ્યુનિશિયા પર ૫-૨થી જીત

*   મેક્સિકોની દક્ષિણ કોરિયા પર ૨-૧થી જીત

*   જર્મનીની સ્વિડન ઉપર ૨-૧થી જીત

૨૫મીએ રમાનારી મેચો

*   ઉરુગ્વે વિરુદ્ધ રશિયા (સમારા, ૭.૩૦ વાગે)

*   સાઉદી અરેબિયા વિરુદ્ધ ઇજિપ્ત (વોલ્ગોગ્રેડ ૭.૩૦ વાગે)

*   સ્પેન વિરુદ્ધ મોરોક્કો (કાલિનીગ્રેડ ૧૧.૩૦ વાગે)

*   ઇરાન વિરુદ્ધ પોર્ટુગલ (મોર્ડોવિયા ૧૧.૩૦ વાગે)

(7:30 pm IST)