Gujarati News

Gujarati News

  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST

  • ખંભાળીયા ભાણવડના જોજરી ગામે પોલીસ પર હુમલાના મામલે, 20થી વધુ લોકોના ટોળા સામે નોંધાઇ ફરિયાદ, જામજોધપુર PSI ખુદ બન્યા ફરિયાદી, પોલીસ પર હુમલો કરનાર 6 શખ્સોની કરાઇ છે ધરપકડ, બુટલેગર અરજણ રબારી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો access_time 8:32 pm IST

  • તેલંગણા અને મધ્યપ્રદેશમાં રવિવારે થયેલા બે રોડ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગયા. 19 લોકો ઘાયલ છે. તેલંગણામાં એક બાઇકને બચાવવામાં ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ. તેમાં 13 મહિલાઓના મોત થઇ ગયા, 17 ઘાયલ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇંદોરથી આવી રહેલી એક કાર ટ્રક સાથે અથડાઇ ગઇ, જેમાં 2 બાળકો સહિત 4 લોકોનાં મોત થઈ ગયા. બે ઘાયલ છે. access_time 12:18 am IST