Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઉત્તર પ્રદેશના કાનપુરની બોક્સર પ્રિયંકા પાલે ચુપચાપ દિલ્હી જઇને જાતિય પરિવર્તન કરાવી નાખ્યુ

 

Photo: 221376-397690-priyanka

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરની બોક્સર પ્રિયંકા પાલ 25 વર્ષની ઉંમર સુધી મહિલાઓની મેચમાં રિંગમાં ઉતરતી હતી. યુનિવર્સિટી તરફથી તે નેશનલ લેવલ સુધી રમી, પરંતુ હવે ચૂપચાપ તેણે દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં જઈને લિંગ પરિવર્તન કરાવી નાખ્યું  અને સંપૂર્ણ રીતે પુરુષ બન્યા બાદ તે હવે દુનિયા સામે આવી છે. આ મહિલા બોક્સર હવે શ્રેયાન પાલ નામથી ઓળખાશે. આ સાથે જ તેણે હવે પુરુષોના બોક્સિંગ કોચ બનવાનું નક્કી કરી લીધુ છે.

વ્યવસાયે બિલ્ડર રામસ્વરૂપની પુત્રી પ્રિયંકા પાલ કાનપુરના યશોદાનગરમાં રહે છે. પ્રિયંકાએ છોકરી તરીકે જન્મ લીધો હતો. બાળપણથી લઈને 25 વર્ષ  સુધી તે છોકરી તરીકે રહી. ગર્લ્સ કોલેજમાં તેણે અભ્યાસ કર્યો. પ્રિયંકાને બોક્સિંગનો શોખ હતો. આથી યુનિવર્સિટીની મહિલા બોક્સિંગ ટીમમાંથી તે નેશનલ લેવલ સુધી રમી, ત્યારબાદ બે વર્ષ પહેલા મહિલા સ્પોર્ટ્સ ટીચર ટરીકે હરિયાણામાં નોકરી જોઈન કરી લીધી.

બાળપણથી પોતાને છોકરો માનતી હતી

પ્રિયંકાને બાળપણથી જ છોકરાઓની જેમ રહેવું ગમતું હતું. કપડાં પણ તે છોકરાઓ જેવા પહેરતી હતી. પ્રિયંકાના જણાવ્યાં મુજબ તેને 'મર્દાની' બનીને રહેવું ગમતું હતું આ જ જુસ્સા સાથે તે બોક્સિંગમાં મેડલ પર મેડલ મેળવતી ગઈ.

કેવી રીતે બદલી જેન્ડર

હરિયાણામાં સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી દરમિયાન તેની મુલાકાત હોર્મોન વિશેષજ્ઞ સાથે થઈ. પ્રિયંકાએ જણાવ્યું કે તેની અંદર છોકરીઓ જેવી કોઈ ફિલિંગ નથી અને તે પોતાની જેન્ડર ચેન્જ કરાવવા માંગે છે. ત્યારબાદ દિલ્હીમાં ત્રણ મહિના સુધી તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ  કરાવવામાં આવ્યું. પછી પ્રિયંકાના લિંગ પરિવર્તન માટે જીડીઆઈ સર્ટિફિકેટ બહાર પડાયું અને પ્રિયંકા માટે શ્રેયાન બનાવાનો રસ્તો ખુલી ગયો.

ચાર પ્રયત્નોમાં છોકરીમાંથી છોકરો બની પ્રિયંકા

પ્રિયંકા ઉર્ફે શ્રેયાનના જણાવ્યાં મુજબ સૌથી પહેલા તેના શરીરમાં મેલ હોર્મોન્સ નાખવામાં આવ્યાં અને ત્યારબાદ 6 મહિના પછી ટોપ સર્જરી કરવામાં આવી. તેના 6 મહિના બાદ બોટમ સર્જરી કરવામાં આવી. પછી થેરેપી થઈ અને લગભગ 2 વર્ષે તે પ્રિયંકામાંથી શ્રેયાન બની.

5-6 લાખ રૂપિયા ખર્ચ થયો

શ્રેયાને પોતાની જેન્ડર દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ચેન્જ કરાવી. તેણે જણાવ્યું કે આ ઓપરેશનમાં તેમના 5-6 લાખ રૂપિયા ખર્ચાયા. આટલા રૂપિયા તેણે સેલેરીમાંથી જમા કર્યાં અને ઘરમાં કોઈને જણાવ્યું નહીં.

રજાઓમાં ક્લીન શેવ કરીને ઘરે આવ્યો

ટ્રીટમેન્ટ દરમિયાન ડોક્ટરે તેની બોડીમાં મેલ હોર્મોન્સ નાખ્યા હતાં જેના કારણે તેને દાઢી મૂંછ આવવા લાગ્યા હતાં અને અવાજ પણ બદલાયો. રજાઓમાં ઘરે આવ્યો તો તેણે લિંગ પરિવર્તનની વાત છૂપાવી રાખી હતી. અવાજ અંગે લોકોએ પૂછ્યું તો કહ્યું કે ગળું બેસી ગયું છે.

ઘરવાળાના હોશ ઉડી ગયાં

પ્રિયંકામાંથી સંપૂર્ણ રીતે શ્રેયાન બન્યા બાદ જ્યારે તે કાનપુર પહોંચ્યો તો જેન્ડર ચેન્જની વાત સૌથી પહેલા ઘરવાળાને જણાવી તો તેમના તો હોશ જ ઉડી ગયાં. પરંતુ ધીરે ધીરે તેમણે જાણ્યું.

શું છે માતાનું કહેવું

શ્રેયાનની માતાનું કહેવું છે કે 25 વર્ષની તેમની એક છોકરી હવે છોકરો બની ગઈ છે. તેઓ ખુશ છે. પરંતુ હજુ નામ ન લેવાની આદતના કારણે માતા તો શ્રેયાનની જગ્યાએ પ્રિયંકા કહીને જ બોલાવે છે.

છોકરા નહીં હવે છોકરી જોવી પડશે

પ્રિયંકા પાલના પરિજનો પોતાની પુત્રીના લગ્ન માટે છોકરા જોઈ રહ્યાં હતાં. ઘરમાં લગ્નને લઈને વાતો  થતી હતી. પરંતુ હવે પ્રિયંકામાંથી શ્રેયાન બનેલા છોકરા માટે વહુ લાવવી પડશે. પ્રિયંકાએ જેન્ડર ચેન્જ કરાવી લીધી હોવાથી એક બાજુ વિદાયની તૈયારી કરી રહેલા પરિવારજનો હવે ઘરમાં વહુના સ્વાગત માટે તૈયાર છે.

કોચ બનવાનું સપનું

પ્રિયંકા ઉર્ફે શ્રેયાન હવે રાજસ્થાનની એક યુનિવર્સિટીમાં ફિઝિકલ એજ્યુકેશનમાં પીએચડી કરી રહ્યો છે. ડિગ્રી મળ્યા બાદ તેનું કોચ બનવાનું સપનું પૂરું થઈ જશે.

(5:01 pm IST)