Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આજથી ઓપન ગુજરાત ડે એન્ડ નાઇટ ફૂટબોલ ચેલેન્જર કપ-૧૯ ટુર્નામેન્ટનો પ્રારંભ

સુરક્ષા સેતુ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ તથા જયોતી સીએનસી દ્વારા સતત ૮માં વર્ષે આયોજન

રાજકોટ તા.૨૨: સહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, તથા સંયુકત પોલીસ કમિશ્નર  અજય ચૌધરી તથા ડી.સી,પી.ઝોન-૧ રવિ સૈની કતથા ડી.સી.પી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા ની રાહબારી હેઠળ રાજકોટ સીટી પોલીસ અને પરાક્રમસિંહ જાડેજા, મેનેજીંગ ડીરેકટર જયોતી સી.એન.સી. અને સુરક્ષા સેતુ અંતર્ગત સતત ૮ મી વખત ''રાજકોટટ સીટી પોલીસ અને જયોતી સી.એન.સી.ડે એન્ડ નાઇટ ફુટબોલ ચેલેન્જ કપ-૨૦૧૯'' ટુર્નામેન્ટ આજથી રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થનાર છે.

આટુર્નામાં અમદાવાદ, આણંદ,બરોડા, નવસારી, ગોધરા, પાટણ, પાલનપુર, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મીઠાપુર, અમરેલી અને રાજકોટ શહેરની ટીમો (એ.જી. ઓફિસ, વાય.સી.સી.-એ., વાય.સી.સી.-એફ.સી., સાગરમાતા, બંગાળ એફ.સી., રેલ્વે અને એકસ ઈલેવન, સીટી પોલીસ રાજકોટ) સહિત રાજ્યભરની ૩૨ ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ૨૦૧૨થી શરૂ કરેલ છે. આ ટૂર્નામેન્ટમાં સુરતની 'રાજદીપ બોઈલર' બે વખત ચેમ્પીયન થયેલ છે. તેમજ અમદાવાદની 'રીઝવ બેન્ક' બે વખત ચેમ્પીયન થયેલ છે અને અમદાવાદની સેન્ટ જોસેફ, એ.જી. ઓફિસ રાજકોટ અને જૂનાગઢ એફ.સી. ઈલેવન ગઈ સાલે ચેમ્પીયન થયેલ હતી.

તા. ૩૦-૬ના આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાશે. આ મેચનું ઉદઘાટન આજે સાંજે ૬ વાગ્યે મુખ્ય અતિથિ મેયર બીનાબેન આચાર્ય, ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ લીડર નિતીનભાઈ ભારદ્વાજ તથા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે થનાર છે. આ ઉપરાંત ફુટબોલ એસોસીએશનના હોદેદાર તેમજ રાજકોટ શહેરના જુદી જુદી સંસ્થા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ રાજકોટ શહેરમા ચાલતા રમત ગમત કેમ્પના ખેલાડીઓ હાજર રહેશે.

આ ટૂર્નામેન્ટના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી હાજર રહી ખેલાડીઓનો જુસ્સો વધારશે અને ખેલાડીઓનો પ્રોત્સાહનમાં માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તેઓના હસ્તેથશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ચેમ્પીયન ટ્રોફી તથા રોકડ રૂપિયા પ૧,૦૦૦/- નું ઇનામ આપવામાં આવશે. બેસ્ટ પ્લેયરને ઇનામ રૂ.ર૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ પરાજીત થનાર ટીમ (રર્ન અપ ટીમ) ને રોકડ રૂ.૩પ,૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે. તથા ત્રીજા અને ચોથા સ્થાને રહેનાર ટીમને રૂ. પ,૦૦૦/- નું રોકડ ઇનામ આપવામાં આવશે. દરેક મેચમાં શેશા ઓઇલ તરફથી ઇનામો આપવામાં આવશે બહારના જીલ્લામાંથી આવતા તમામ ખેલાડીઓને રહેવાની તથા જમવાની તથા મેચમાં લાવવા-લઇ જવા માટેની સુવિધા પુરી પાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટ સફળ બનાવવામાં જયોતિ સી.એન.સી., રાજકોટ મ્યુનિ. કોર્પોરશેન, રાજકોટ ફુટબોલ એશોસીએશન, એસાસ ગ્રુપ, પુજારા ટેલીકોમ, તેમજ આ ટુર્નામેન્ટના રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. છે. આ ટુર્નામેન્ટમાં સ્ટેટ કોચ  ડીસોઝા તેમજ એ.જી.ઓફીસ રેલ્વે, વાય.સી.સી.ના પ્લેયરો સાથ સહકાર આપનાર છે.

(3:37 pm IST)