Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જિમ્બામ્બે સાથેની ચોથી વનડે પાકિસ્તાને જીતી

નવી દિલ્હી:ફખર ઝમાને વન ડે ક્રિકેટમાં પાકિસ્તાનના સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ નોંધાવતા ૧૫૬ બોલમાં ૨૪ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે અણનમ ૨૧૦ રન ઝિમ્બાબ્વે સામેની ચોથી વન-ડેમાં ફટકાર્યા હતા. ફખરની આ વિજયી સ્ફોટક ઇનિંગ સાથે તેના જેવા જ ડાબોડી ઓપનર સઇદ અનવરના ભારત સામે નોંધાવેલા ૧૯૪ રનનો રેકોર્ડ તેણે તોડયો હતો. અત્યાર સુધી અનવરના નામે પાકિસ્તાનનો વન-ડે વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ હતો જે ૨૧ વર્ષે તૂટયો છે. પાકિસ્તાને ૧ વિકેટે ૩૯૯ રન તેની ૫૦ ઓવરોમાં નોંધાવ્યા તે તેઓનો સર્વોચ્ચ વન-ડે સ્કોર છે. ઇમામ હક (૧૧૩) અને ફખર ઝમાનો ૩૦૪ રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવી તે પણ ઓપનિંગનો વર્લ્ડ રેકોર્ડ છે. ઝિમ્બાબ્વે ૧૫૫ રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. પાકિસ્તાન પાંચ વન-ડેની શ્રેણીમાં ૪-૦થી આગળ છે.

 

 

(1:39 pm IST)