Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ન્યુઝીલેન્ડમાં ૨૧ દિવસમાં રમાશે ૩૧ મેચ

આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૧

ઓકલેન્ડઃ  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) ૧૨મા વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૧નું શેડ્યુલ જાહેર કરી દીધું છે. આ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન રમાશે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટે મંગળવારે કહ્યું કે ૨૧ દિવસમાં ૩૧ મેચ રમાશે. ફાઇનલ ૨૦ ફેબ્રુઆરીએ રમાશે.  ન્યુઝીલેન્ડમાં આ ૫૦ ઓવરની ચોથી આઇસીસી ટુનામેન્ટ છે. આ પહેલાં ન્યુઝીલેન્ડ ૧૯૯૨ અને ૨૦૧૫ના મેન્સ વર્લ્ડ કપનું પાડોશી ઓસ્ટ્રેલિયા સાથે સહયજમાન હતું, જયારે ૨૦૦૦માં આ કિવી દેશ વિમેન્સ વર્લ્ડ કપ નો મુખ્ય યજમાન હતો. વિમેન્સ વર્લ્ડ કપમાં કુલ ૭ ટીમ ભાગ લેશે. આઇસીસી મહિલા ચેમ્પિયનશિપની ટોપ-૪ ટીમોને સીધો પ્રવેશ મળશે. ચેમ્પિયન શિપના પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા (૨૨), ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ (૨૨), ભારત (૧૬) અને દક્ષિણ આફ્રિકા (૧૬) પોઇન્ટની સાથે ટોપમાં છે. અન્ય ત્રણ ટીમને કવોલિફાયર ટુર્નામેન્ટ થી બીજો ચાન્સ મળશે. કવોલિફાયર માં બંગલા દેશ અને આયરર્લેન્ડ સિવાય આફ્રિકા, અમેરિકા, એશિયા, પૂર્વ એશિયા અને યુરોપ ખંડની ટીમો પણ ભાગ લેશે.

(4:11 pm IST)
  • અમિત જેઠવા હત્યા કેસ : સીબીઆઈ કોર્ટે આજે ચુકાદો ટાળ્યો : ૨૯મીએ ચુકાદો આપશે access_time 11:50 am IST

  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST

  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST