ખેલ-જગત
News of Friday, 21st June 2019

ન્યુઝીલેન્ડમાં ૨૧ દિવસમાં રમાશે ૩૧ મેચ

આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૧

ઓકલેન્ડઃ  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) ૧૨મા વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૧નું શેડ્યુલ જાહેર કરી દીધું છે. આ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન રમાશે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટે મંગળવારે કહ્યું કે ૨૧ દિવસમાં ૩૧ મેચ રમાશે. ફાઇનલ ૨૦ ફેબ્રુઆરીએ રમાશે.  ન્યુઝીલેન્ડમાં આ ૫૦ ઓવરની ચોથી આઇસીસી ટુનામેન્ટ છે. આ પહેલાં ન્યુઝીલેન્ડ ૧૯૯૨ અને ૨૦૧૫ના મેન્સ વર્લ્ડ કપનું પાડોશી ઓસ્ટ્રેલિયા સાથે સહયજમાન હતું, જયારે ૨૦૦૦માં આ કિવી દેશ વિમેન્સ વર્લ્ડ કપ નો મુખ્ય યજમાન હતો. વિમેન્સ વર્લ્ડ કપમાં કુલ ૭ ટીમ ભાગ લેશે. આઇસીસી મહિલા ચેમ્પિયનશિપની ટોપ-૪ ટીમોને સીધો પ્રવેશ મળશે. ચેમ્પિયન શિપના પોઇન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા (૨૨), ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ (૨૨), ભારત (૧૬) અને દક્ષિણ આફ્રિકા (૧૬) પોઇન્ટની સાથે ટોપમાં છે. અન્ય ત્રણ ટીમને કવોલિફાયર ટુર્નામેન્ટ થી બીજો ચાન્સ મળશે. કવોલિફાયર માં બંગલા દેશ અને આયરર્લેન્ડ સિવાય આફ્રિકા, અમેરિકા, એશિયા, પૂર્વ એશિયા અને યુરોપ ખંડની ટીમો પણ ભાગ લેશે.

(4:11 pm IST)