Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને ૭ વર્ષ પુર્ણઃ ફેન્સએ મહાન ક્રિકેટરને સોશ્યલ મિડીયામાં યાદ કરીને ભાવનાઓ વ્યકત કરી

નવી દિલ્હીઃ  મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2013મા ગઇકાલે ૧૬ નવેમ્બર પોતાના 24 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યુ હતું. 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર સચિને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પોતાના શહેર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની નિવૃતીને કાલે 7 વર્ષ થઈ ગયા છે. આ ખાસ તકે તેમના ફેન્સે સચિનને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર #ThankYouSachin ટ્રેન્ડ કરાવી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સચિને પોતાની અંતિમ ઈનિંગમાં 74 રન બનાવ્યા હતા અને તે નરસિંહ દેવનારાયણના બોલ પર આઉટ થયો હતો. ભારતે આ મેચ ઈનિંગ અને 126 રનથી જીતી હતી. 

(3:59 pm IST)
  • રશિયાથી કોરોના વેકસીનની પ્રથમ ખેપ આવી પહોંચી : કોરોના સામેની રશિયાની સ્પુટનિક-વી કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ જથ્થો આજે મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ ઉપર આવી પહોંચેલ હતો. access_time 5:52 pm IST

  • શેરબજારમાં આજે સવારે પ્રિ-ઓપન સેશનમાં સેન્સેકસ ૪૦૦ પોઈન્ટ ઉંચકાઈને ૪૪ હજારને પાર કરી ગયો છે : જયારે નીફટી ૧૨,૯૦૦ ઉપર પહોંચેલ છે access_time 12:09 pm IST

  • ગઈકાલે ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ખાતે ફસાઈ ગયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત આજે બદ્રીનાથ પહોંચ્યા છે : દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આવેલ મુગલ રોડની સડક ઉપરથી બરફ હટાવવાનું કામ પૂર જોશથી ચાલી રહ્યુ છે : ગઈકાલે પીરપંજાલના પર્વતો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી જેને કારણે જમ્મુ - મુગલ રોડ બંધ કરી દેવો પડ્યો હતો access_time 1:05 pm IST