Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુલ્તાન જોહોર કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં બ્રિટેને ભારતને 3-2થી આપી માત

નવી દિલ્હીભારતીય જુનિયર પુરુષ ટીમને સુલતાન જોહોર કપ અંડર-18 હોકી ટુર્નામેન્ટના ફાઇનલમાં બ્રિટેને 3-2થી હરાવતા ટીમે રજત પદકથી સંતોષ માનવો પડ્યો છે.ભારતીય ટીમે ગયા  વખતે  કાંસ્ય  પદક જીત્યું  હતું. જયારે બ્રિટેન ગયા વર્ષે ઉપવીજતા ટીમ બની હતી.મેચની ચોથી મિનિટમાં ભારતના વિષ્ણુકાંત સિંહે રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો જયતે સાતમી મિનિટે બ્રિટેનના ડેનિયલ વેસ્ટ ગોલ ફટકારીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. બીજા ક્વાર્ટરમાં બન્ને ટીમો સ્કોર બરાબર રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં બ્રિટેનના જેમ્સે 39મી  અને 43મી મિનિટે ગોળ કરીને ટીમનો સ્કોર 3-1કરી દીધો હતો. ભારતીય ટીમને ચોથા ક્વાર્ટરમાં 55મી મિનિટે ગોલ કર્યો અને સ્ક્રો 2-3કર્યો હતો પણ મેચમાં સફળતા મેળવી શકી.

 

(4:37 pm IST)