Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કાલે ભારત - આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-૨૦

ધરમશાલામાં વરસાદની શકયતા : સાંજે ૭ વાગ્યાથી જીવંત પ્રસારણ

ધરમશાલા : આવતી કાલે સાઉથ આફ્રિકા સામે રમાનારી પહેલી ટીર૦ ઇન્ટરનેશનલ મેચમાં વરસાદ ફેન્સની મજા બગાડી શકે છે, કારણ કે હિમાચલ પ્રદેશ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં શહેરમાં જોરદાર વરસાદ આવી શકે છે. વરસાદ નીચા અને મધ્ય ક્ષેત્રમાં થઈ શકે. આ શહેરની ખાસિયત એ છે કે એક વખત વરસાદ શરૂ થાય એટલે એ થોડા દિવસ સુધી ચાલે છે.

વરસાદને કારણે પિચ પેસ બોલરોને મદદ કરી શકે છે. જો પિચ પર કવર હોય અને પિચને લાંબા સમય સુધી તડકો ન મળે તો પિચ પેસ બોલરોને મદદ કરે છે. ભારતે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને આરામ આપ્યો છે અને આફ્રિકાની ટીમમાં કેગિસો રબાડા અને જુનિયર ડાલા જેવા પેસ બોલો છે જે ભારતના બેટ્સમેનો માટે મુસીબત ઉભી કરી શકે છે.

(11:36 am IST)