Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ફૂટબોલ: વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં જાપાને 2-1થી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

 નવી દિલ્હી: જાપાને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને એશિયન વર્લ્ડ કપ ક્વોલિફાઇંગના અંતિમ રાઉન્ડમાં પોતાની બીજી જીત નોંધાવી. આ જીત સાથે જાપાન ગ્રુપ બીમાં બે જીત અને બે હાર સાથે છ પોઇન્ટ ધરાવે છે. આ પહેલા જાપાનના એઓ તનાકાએ આઠમી મિનિટે ગોલ કરી ટીમને શરૂઆતમાં લીડ અપાવી હતી. ત્યારબાદ જાપાને પ્રથમ હાફ સુધી આ લીડ જાળવી રાખી હતી અને ઓસ્ટ્રેલિયાને ગોલ કરતા અટકાવ્યું હતું. જોકે, ઓસ્ટ્રેલિયા માટે એડિન હ્રસ્ટીકે 70 મી મિનિટે ગોલ કરીને બરાબરી કરી હતી. પરંતુ જાપાન માટે 86 મી મિનિટે એજીઝ બેહિચે ગોલ કરીને સ્કોરને 2-0 કરી દીધો. નિર્ધારિત સમયમાં અન્ય કોઈ ગોલ ન હોવાથી ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

(6:30 pm IST)