Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભારતીય મહિલા હોકી કેપ્ટન રાની રામપાલ સહિત ટીમના સાત સભ્યોએ કોરોનાને આપી માત

નવી દિલ્હી: કોરોનાને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલ સહિત છ સભ્યોએ પરાજય આપ્યો છે. બંગાલુરુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) માં છેલ્લાં બે અઠવાડિયાથી તે બધા જ ક્વોરેન્ટાઇનમાં હતા. આ માહિતી ખુદ કેપ્ટન રાનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વિરામ બાદ બેંગાલુરુમાં રાષ્ટ્રીય શિબિરમાં મહિલા હોકી કોર ગ્રુપના પરત આવ્યા બાદ 24 એપ્રિલના રોજ કરાયેલી તપાસમાં આ સાત ખેલાડીઓ કોરોના સકારાત્મક હોવાનું જણાયું હતું. જો કે, આ બધા ખેલાડીઓએ કોઈ લક્ષણો દેખાડ્યા ન હતા.

(5:58 pm IST)
  • છેલ્લા ત્રણ દિવસમાં તામિલનાડુ, ગોવા સહિત પાંચ રાજ્યોએ કફર્યું-લોકડાઉન જાહેર કર્યું તામિલનાડુ અને ગોવાની સરકારોએ ૧૦મીથી ૨૪મી મે સુધી બે અઠવાડિયા માટેનું સંપૂર્ણ કફર્યું લોકડાઉન લાદી દેવાનું જાહેર કર્યું છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:42 am IST

  • ૫૦ લાખના ખર્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટ ઓકિસજન પ્લાન્ટ બનાવશે : કોરોનાકાળમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા ૫૦ લાખના ખર્ચે ઓકિસજન પ્લાન્ટ બનાવવામાં આવશેઃ આ પ્લાન્ટમાં દરરોજ ૧૦૦ બોટલ ઓકિસજન બોટલ તૈયાર કરવામાં આવશે access_time 3:15 pm IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 386 અને ગ્રામ્યના 110 કેસ સાથે કુલ 496 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:21 pm IST