ખેલ-જગત
News of Saturday, 8th May 2021

ભારતીય મહિલા હોકી કેપ્ટન રાની રામપાલ સહિત ટીમના સાત સભ્યોએ કોરોનાને આપી માત

નવી દિલ્હી: કોરોનાને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલ સહિત છ સભ્યોએ પરાજય આપ્યો છે. બંગાલુરુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) માં છેલ્લાં બે અઠવાડિયાથી તે બધા જ ક્વોરેન્ટાઇનમાં હતા. આ માહિતી ખુદ કેપ્ટન રાનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વિરામ બાદ બેંગાલુરુમાં રાષ્ટ્રીય શિબિરમાં મહિલા હોકી કોર ગ્રુપના પરત આવ્યા બાદ 24 એપ્રિલના રોજ કરાયેલી તપાસમાં આ સાત ખેલાડીઓ કોરોના સકારાત્મક હોવાનું જણાયું હતું. જો કે, આ બધા ખેલાડીઓએ કોઈ લક્ષણો દેખાડ્યા ન હતા.

(5:58 pm IST)