Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આજે ટીમ ઈન્ડિયા - વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટી-૨૦

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની સીરીઝનો પ્રથમ મેચ હૈદ્રાબાદના રાજીવગાંધી સ્ટેડીયમમાં રમાનાર છે. સાંજે ૬ વાગ્યાથી શરૂ થનાર મેચમાં ટોસ મહત્વનો બની રહેશે. કોહલી અને પોલાર્ડની કપ્તાની હેઠળ સીરીઝમાં બઢત મેળવવા બંન્ને ટીમો એડીચોટીનું જોર લગાવશે. જો કે ટીમ ઈન્ડિયાનું જીતની બાબતમાં પલડુ ભારે છે. બન્ને વચ્ચે રમાયેલ કુલ ૧૪ ટી-૨૦ મેચોમાંથી ભારત ૮ અને વિન્ડીઝ ૫માં વિજય મેળવ્યો છે. જયારે એક મેચ અનિર્ણીત રહેલ.

(3:56 pm IST)