Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

2018 વર્લ્ડ કપમાં મેદાનમાં 14 મિનિટ સુધી આળોટીયો નેમાર

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમારે ખાસ કરીને મેક્સિકો સામેની મેચમાં કરેલું ઈન્જરીનું નાટક મીડિયામાં ચર્ચાની ચગડોળે ચઢ્યું છે. તે મેચમાં વિડિયો ફૂટેજમાં જોઈ શકાતું હતુ કે, મેક્સિકન ખેલાડીએ બોલ લેવાના બહાને તેના એન્કલને પોતાના સ્ટર્ડથી દબાવ્યો હતો. જોકે પ્રથમ દ્રષ્ટિએ બાબત નજરે ચઢી નહતી. હવે સ્વિત્ઝર્લેન્ડના એક ટીવી સ્ટેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નેમારે વર્લ્ડ કપમાં ફૂટબોલના મેદાન પર આળોટવામાં ૧૪ મિનિટ જેટલો સમય વેડફ્યો છે. અગાઉની મેચોમાં પણ નેમાર આવું નાટક કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર નેમારના નાટકની મજાક થઈ હતી. જોકે નેમારે તેનો જવાબ આપતાં કહ્યું હતુ કે, કેટલાક લોકો મારા તરફ નફરત ફેલાવવા માટે પ્રકારનું કેમ્પેઈન ચલાવી રહ્યા છે, પણ જો તેમને પગમાં વાગે કે તેમના પર હરિફ ફાઉલ કરે ત્યારે તેમને અહેસાસ થાય કે કેટલું દર્દ થાય છે.

(5:01 pm IST)