Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રોજર ફેડરર અને વિનસ વિલિયમ્સની આગેકૂચ

ડિફેન્ડીંગ ચેમ્પિયન રોજર ફેડરરે લંડનમાં વિમ્બ્ડન ટેનિસ ગ્રેન્ડ સ્લેમના પુરૂષ સિંગલ્સમાં લુકાસ લેકોને અને મહિલા સિંગલ્સમાં વિનસ વિલિયમ્સે વાપસી કરતા એલેકઝાન્ડરા દુલઘેરૂને ૪-૬, ૬-૦, ૬-૧થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ફેડરરે આ રીતે વિમ્બલ્ડનમાં જીતનો ક્રમ જાળવી રાખતા સતત ૨૬મો સેટ જીતી લીધો હતો. ફેડરરે ૮૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૪, ૬-૪, ૬-૧થી વિજય મેળવ્યો હતો. હવે આ ૩૬ વર્ષનો પ્લેયર વિમ્બલ્ડનમાં સતત સેટ જીતવાના સંદર્ભમાં સંયુકત રીતે બીજા સ્થાન પર છે. આ પહેલા તેણે ૨૦૦૫માં ત્રીજા રાઉન્ડથી ૨૦૦૬ની ફાઈનલ સુધી સતત ૩૪ સેટ જીત્યા હતા.

(4:00 pm IST)