Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦માં તેની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ કારકિર્દીના ૨,૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ મેળવી

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦માં તેની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ કારકિર્દીના ૨,૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ૬૦મી મેચમાં આ માઈલસ્ટોન પાર કરતાં ફાસ્ટેસ્ટ ૨,૦૦૦ રનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. અગાઉ ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે ૭૧ ટી-૨૦માં ૨,૦૦૦ રન પુરા કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં તે ગપ્ટિલ (૨,૨૭૧), મેક્કુલમ (૨,૧૪૦) અને શોએબ મલિક (૨,૦૩૯) બાદ ચોથો ક્રિકેટર બન્યો હતો કે જેણે ૨,૦૦૦ રન પુરા કર્યા હોય. ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ભારતની ૧-૦ની સરસાઈ રાહુલે ૫૪ બોલમાં ૧૦ યોગ્ગા અને પાંચ છગ્ગા સાથે અણનમ ૧૦૧ રન ફટકારતા તેમજ કુલદીપ યાદવે ૨૪ રનમાં પાંચ વિકેટ ઝડપતા પ્રવાસી ભારતે ઇંગ્લેન્ડને ત્રણ ટ્વેન્ટી-૨૦ની શ્રેણીની પ્રથમ મેચમાં ગઇકાલે પરાજય આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેતા ઇંગ્લેન્ડે ૮ વિકેટે ૧૫૯ રન તેઓની ૨૦ ઓવરમાં બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બટલરે ૪૬ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૯ રન કર્યા હતા. ભારતે વિજય માટેનો પડકાર ૧૦ બોલ બાકી હતો ત્યારે ઝીલી લીધો હતો.

(5:46 pm IST)
  • અલ્પેશ ઠાકોરની અચાનક તબિયત લથડી : હોસ્પિટલમાં દાખલ કરાયા :કોંગ્રેસના તેજતર્રાર ધારાસભ્ય અને ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની તબિયત અચાનક નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયાનું જાણવા મળે છે.વધુ વિગતો મેળવાય રહી છે access_time 1:09 am IST

  • યુ ટર્ન :ખાડીની ટોચની એરલાઇન્સ કંપની એમિરેટ્સે પોતાની ફ્લાઈટમાં 'હિન્દૂ ભોંજન 'નો વિકલ્પ સમાપ્ત કરવાનો નિર્ણય રદ્દ કરી દીધો :કંપનીએ કહ્યું કે તેને આ પગલું ગ્રાહકોના મંતવ્યના આધારે ઉઠાવ્યું છે ;આ પહેલા કંપનીએ પોતાના વિમાનમાં હિન્દૂ ભોજનનો વિકલ્પ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી access_time 1:05 am IST

  • મુંબઈની જુહુ ચોપાટીએ પાંચ યુવકો ડૂબ્યા ;ચાર યુવાનોના મોત એકને બચાવી લેવાયો : જુહૂ ચોપાટીમાં ગોદરેજ બંગ્લો પાસે સિલ્વ બ્રિજ પર પાંચ યુવક સમુદ્રમાં તરવા માટે નહાવા માટે ગયા હતા.: આ યુવકોમાં ચારની ઉંમર 17 વર્ષ અને એકની ઉંમર 22 વર્ષ હતી access_time 1:09 am IST