Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વેસ્ટ ઈન્ડિઝ સામે બાંગલાદેશની ટીમ પહેલી ટેસ્ટમાં ૪૩ રનમાં ઓલઆઉટ

વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી મેચમાં ગઈકાલે બાંગ્લાદેશની ટીમ માત્ર ૪૩ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાંગ્લાદેશનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. સમગ્ર ટીમ ૧૮.૪ ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. લીટન દાસ એકમાત્ર બેટ્સમેન હતો જેણે બે આંકડામાં રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બોલર કિમાર રોચે પાંચ ઓવરમાં ૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

(12:48 pm IST)