Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ધોની બાયોપિકની સિકવલ બનશેઃ સુશાંત ફરી લીડ રોલમાં!

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી 'એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી'ની હવે સિકવલ પણ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિકવલમાં ધોનીની કેપ્ટનશિપમાં ધોનીની વર્લ્ડકપ ૨૦૧૧ બાદની જર્ની દેખાડવામાં આવશે. એવા પણ અહેવાલ વહેતા થયા છે કે આ ફિલ્મમાં પણ ધોનીના રોલમાં સુશાંત સિંહ રાજપૂત દેખાશે. પ્રથમ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

(12:47 pm IST)