Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

હોકી વિશ્વકપ ;ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં આયર્લેન્ડને 2-1થી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૪મા હોકી વિશ્વ કપની તેની પહેલી મેચમાં આયરલેન્ડને ૨-૧થી હાર આપી છે. જોકે ઓસ્ટ્રેલિયા જીત માટે છેક છેલ્લે સુધી ઝઝૂમવું પડયું હતું. વર્લ્ડ નંબર ઓસ્ટ્રેલિયા ચાર પેનલ્ટી કોર્નરમાંથી ફક્ત એક પર જ ગોલ કરી શકી હતી.

હવે ઓસ્ટ્રેલિયાનો આગામી મુકાબલો ઇંગ્લેન્ડ સામે ૪ ડિસેમ્બર થવાનો છે. શુક્રવારે વિશ્વ કપના ત્રીજા દિવસે કલિંગા સ્ટેડિયમના પહેલા મુકાબલમાં ઓસ્ટ્રેલિયા અને આયરલેન્ડ સામસામા ટકરાયા હતા. ગ્રૂપ બીની આ મેચમાં ઓસ્ટ્રેલિયાને પહેલેથી જ દાવેદાર માનવામાં આવતું હતું. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત પણ ચેમ્પિયનની જેમ કરી હતી.

(10:52 pm IST)