Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે જુનિયર- યુથ બોઈઝ સિંગલ્સના ટાઈટલ જીત્યા

નવી દિલ્હી:તાજેતરમાં વડોદરામાં રમાયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે જુનિયર તેમજ યુથ બોઈઝ સિંગલ્સના ટાઈટલ જીત્યા હતા. જ્યારે ભાવનગરના જીજ્ઞોશ જયસ્વાલની પુત્રી નામ્ના જયસ્વાલે યુથ અને સબ જુનિયર ગર્લ્સ ટાઈટલ્સ મેળવ્યા હતા. જુનિયર બોઇઝમાં હર્ષિલ કોઠારી અને સબ જુનિયર ગર્લ્સમાં ચાર્મી પટેલ અને જુનિયર ગર્લ્સમાં ફિલ્ઝાહફાતેમા કાદરી રનર્સઅપ બન્યા હતા. વડોદરાના પ્રથમ માદલાણીએ સુરતના બુહરાનુદ્દીન માલુભાઈને હરાવીને સબ જુનિયર બોઇઝનું ટાઈટલ જીત્યું હતુ. ભાવનગરની પ્રાર્થના પરમારે જુનિયર ગર્લ્સની ફાઈનલમાં અમદાવાદની કૌશા ભૈરપુરેને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ. કેડેટ ગર્લ્સની ફાઈનલમાં નવસારીની સિદ્ધિ બલસારાએ જ્હાન્વી પટેલને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ. કેડેટ બોઈઝની ફાઈનલમાં ભવ્ય પટેલે ધ્યેય શાહ સામે વિજય મેળવ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વડોદરાના જલય મહેતાએ ભાવનગરના જીજ્ઞોશ જયસ્વાલને પરાજય આપ્યો હતો. વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં સુરતની ફ્રેનાઝ છિપીયાએ અમદાવાદની કૌશા ભૈરપુરેને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ.

(5:15 pm IST)