Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કતારમાં યોજાશે 2019ના એપ્રિલમાં એશિયાઈ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ

નવી દિલ્હી: 23માં એશિયાઈ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપનું આયોજન કતારના દોહામાં 19-24 એપ્રિલ 2019માં થવાનું છે. દર બે વસરે યોજાનાર આ ચેમ્પિયનશિપ એમ તો જુલાઈ- ઓગસ્ટમાં યોજાઈ છે.પણ તે સમયે દોહામાં ગરમીનું તાપમાન વધુ હોય છે.જેના લીધે એશિયાઈ એથ્લેટીક્સ સંઘ દ્વારા આ ચેમ્પિયનશિપ વહેલી યોજવાનું આયોજન બનાવ્યું છે. છ દિવસીય આ સ્પર્ધાનું આટોજન ખલિફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું છે.જ્યાં 28 સપ્ટેમ્બરથી 6 ઓટોમ્બર 2019 સુધી વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.

(5:13 pm IST)