Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં કિદામ્બી શ્રીકાન્ત અને સાઈના નેહવાલ પહોંચ્યા બીજા રાઉન્ડમાં

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના જાણીતા પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાન્તે સારી શરૂઆત કરતા બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે અને સાઈના નેહવાલે પણ મહિલા સીંગલ્સના બીજા રાઉન્ડમાં ટર્કીની અલીયે ડેમીરબેગને ૨૧-૧૭, ૨૧-૦૮થી હરાવી હતી. સાત્વિક રાન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી પણ મિકસ્ડ ડબલ્સમાં જીત મેળવીને પ્રિ - કવોર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. શ્રીકાન્તે પુરૂષ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં આયરલેન્ડના નહાત ગુયેનને સીધા સેટોમાં ૨૧-૧૫, ૨૧-૧૬, હરાવીને જીત મેળવી છે. હવે તેનો મુકાબલો સ્પેનના પાબ્લો આબિયાન સામે થશે. સાત્વિક અને પોનપ્પાની જોડીએ બીજા રાઉન્ડમાં જર્મનીના માર્ક લામ્સફુસ અને ઈસાબેલ હેર્ટરીકની જોડીને ૧૦-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૮થી હરાવીને પ્રિ-કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જયાં તેમનો મુકાબલો મલેશીયાની ગોહ સુન હુઆત અને શેવોન જેમી સામે થશે.

(3:39 pm IST)