Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ચુડામા ૧II, લીંબડી, તળાજા, બરવાળામાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘવિરામ વચ્ચે વરસતો હળવો વરસાદ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘવિરામ વચ્ચે હળવો વરસાદ વરસી જાય છે. ગઇકાલે સુરેન્દ્રનગરના ચુડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે લીંબડી તથા તળાજા અને બરવાળામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. જ્યાં રાહત અને બચાવ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગરના જામજોધપુર તાલુકાના સમાણામાં અડધો ઇંચ, રાજકોટના જસદણ, લોધીકામાં અડધો ઇંચ તથા જાફરાબાદ, રાણાવાવ, ચોટીલામાં પાણી અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે મુંદ્રા, બોટાદ, ગઢડા, કોટડાસાંગાણી, સાયલા, ઘોઘા, ભાવનગરમાં ઝાપટા પડયા છે.

ભાવનગર

ભાવનગર : જિલ્લામાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે છુટોછવાયો વરસાદ પડયો છે. તળાજામાં એક ઇંચ, મહુવામાં અર્ધો ઇંચ નોંધાયો છે. જ્યારે આજે સવારે ભાવનગર શહેરમાં વરસાદનું ઝાપટુ વરસી ગયું હતું. ભાવનગર શહેર - જિલ્લામાં મેઘરાજાનું જોર નબળુ પડયું છે પરંતુ હજુ મેઘરાજાએ વિરામ લીધો નથી. જિલ્લાનાં તળાજામાં ૨૪ મીમી, મહુવામાં ૧૦ મીમી, ભાવનગર શહેરમાં ૨ મીમી અને ઘોઘામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારે ભાવનગર શહેરમાં વરસાદનું ઝાપટુ વરસી ગયું હતું. શહેર જિલ્લામાં ગોરંભાયેલુ વાતાવરણ જળવાઇ રહ્યું છે.

જામનગર 

જામનગર : શહેરનું તાપમાન ૭૧.૫ મહત્તમ, ૨૬ લઘુત્તમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.(૨૧.૧૭)

(11:54 am IST)