Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સુરેન્દ્રનગરમાં નશાખોર શખ્સ ટીનાએ વિનોદ મછીયારાને પેટમાં છરી ભોંકી દીધીઃ ગંભીર ઇજા

સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ ગાળો દેવાની ના પાડતાં ટીનો કોળી હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૨૦: સુરેન્દ્રનગરમાં પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતાં વિનોદ નરસીભાઇ મછીયારા (ઉ.૩૬) નામના કોળી યુવાનને સાંજે તેના ઘર નજીક જ ટીના શીવાભાઇ કોળી નામના શખ્સે પેટમાં અને હાથ પર છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સુરેન્દ્રનગર સારવાર લઇ રાજકોટ દાખલ થયો છે.

વિનોદ ત્રણ ભાઇમાં નાનો છે અને સંતાનમાં ચાર પુત્રી છે. પોતે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના પત્નિ મંજુબેનના કહેવા મુજબ રાત્રે ટીનો દારૂ પીધેલી હાલતમાં ઘર પાસે ગાળો બોલતો હોઇ પતિ વિનોદ તેને સમજાવવા જતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને છરીથી હુમલો કરી ભાગી ગયો હતો. પેટમાં ગંભીર ઇજા પહોંચી હોઇ હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલાળાએ સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(10:49 am IST)