Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ભાવનગરનાં સોનગઢમાં બાહુબલી ભગવાનની વિરાટ પ્રતિમા આરોહણમાં યાંત્રિક ખોટકો સર્જાતા કાર્યક્રમ મોકૂફ

ઇશ્વરીયા તા. ૧૯ :.. શ્રાવણ બેલગોડા (કર્ણાટક)ના બાહુબલી જેવા જ આબેહૂબ ભાવવાહી ખડગાસન પ્રતિમાનું તીર્થસ્થાન સુવર્ણપુરી સોનગઢમાં આરોહણન મુહુર્ત લેવાયું હતું. પરંતુ યાંત્રિક ખામીને કારણે કાર્યક્રમ મોકુફ રખાયો છે.

બાહુબલી સંકુલમાં પહાડ પર બાહુબલી ભગવાનની વિરાટ પ્રતિમા નીચેથી વિશિષ્ટ રીતે લોખંડના માળખામાં ગોઠવી તેમના સ્થાન પર આરોહણ સ્થાપન થનાર હતું. ભાવિકો સાથે સોનગઢના કાર્યકર્તાઓ મંગળવારની રાત દરમિયાન આયોજનના ઇજનેરો દ્વારા ખૂબ તૈયારીઓ થઇ હતી. પરંતુ માળખા સાથેના આંકડીયા ખૂલી જતાં તૂટી જતાં પ્રતિમાજીને ખેંચી શકવામાં અવરોધ થયો હતો. આ વિરાટ ખડગાસન પ્રતિમા આમ યાંત્રિક ખોટકો સર્જાતા આરોહણ થઇ શકેલ નથી.

ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી તથા બહેન શ્રી ચંપાબેનના ધર્મ પ્રભાવના ઉદયે નિર્માણ થઇ રહેલ જંબુદ્વિપ બાહુબલી સંકુલમાં પહાડ પર પ્રતિમાનું આજે આરોહણ નહિ થઇ શકતા અહીં ઉમટેલ મુમુક્ષુ ભાઇ-બહેનો અને સંસ્થાના મોભીઓ સ્વાભાવિક હતાશ જોવા મળ્યા   હતાં. જો કે આ અવરોધએ કશુક નિમિત હશે એટલે જે થયુ તે યોગ્ય જ ગણવુ રહ્યુ તેમ શ્રધ્ધા અને આસ્થાભાવ સૌ વ્યકત કરતા હતાં. (પ-૧૦)

(12:07 pm IST)