Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

'તુ તારૃ ટ્રેકટર કેમ મારી માથે નાખે છે' કહી અશોકભાઇને સત્તારે ધમકી દીધી

શાપર-વેરાવળના મારૃતીનગરમાં બનાવઃ પત્ની ગીતાબેનની ફરિયાદ

રાજકોટ તા.૧૮: શાપર-વેરાવળમાં મારૃતીનગરમાં રહેતા પ્રોૈઢને ઘર પાસે રહેતા શખ્સે 'તું તારૃ ટ્રેકટર કેમ મારી માથે નાખે છે' કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મારૃતીનગર શેરી નં.૨૧ બ્લોક નં.૨૧૭ માં રહેતા ગીતાબેન અશોકભાઇ વાગડીયા(ઉ.વ.૪૫) એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં મારૃતીનગરમાં રહેતો સત્તાર હુસેનભાઇ રાવકુડા સામે ફરિયાદ નોંધાવી છે. ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલ પોતે ઘરે હતા ત્યારે પતિ ટ્રેકટર લઇને ઘરે આવ્યા અને ઘર પાસે ચોકમાં ટ્રેકટર રીવર્સમાં લેતા હતા ત્યારે પોતાના ઘરની પાછળની શેરીમાં રહેતો સત્તાર હુસેનભાઇ રાવકુડા બાઇક લઇને ઘર પાસે આવી પતિને ગાળો દેવા લાગ્યો હતો. અને પતિને કહેલ કે 'તું તારૃ ટ્રેકટર કેમ મારી માથે નાખે છે' કહી ગાળો આપતો હતો. પતિએ તેને ગાળો દેવાની ના પાડતા સત્તારે પોતાને તથા પતિને જાનથી મારી નાખવાની ધમકી  આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પોતે પતિ સાથે પોતાના ઘરમાં જતા રહયા હતાં. બાદ પોતે શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ.જી.સી. મકવાણાએ તપાસ હાથધરી છે.

(3:34 pm IST)