Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામનગરમાં રામ સવારી

છોટી કાશી ગણાતા જામનગરમાં રામ નવમી નિમિતે હિન્‍દુ ઉત્‍સવ સમીતી મહાદેવ હર મિત્ર મંડળ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે સાર્વજનીક રામ સવારી નીકળી હતી. આ રામ સવારી દરમિયાન જામનગર શહેરના વિવિધ ધાર્મીક, સામાજીક ઉપરાંત વિવિધ જ્ઞાતિના મંડળો દ્વારા ભગવાન શ્રીરામની ઝાંખી સાથેના ફલોટસ સાથે જોડાયા હતા. બાલા હનુમાન મંદીર ખાતેથી રામ સવારી ૪૩ માં વર્ષે નિકળતી રામ સવારીને નિહાળવા રસ્‍તામાં રામભકતો પણ ઉમટી પડયા હતા. આ રામ સવારીમાં ખાસ મંકીમેન અને હનુમાનજીના કેદારમાં કલાકારો બાળકો યુવાનો અને બહેનોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(1:46 pm IST)