Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

શ્રીકૃષ્‍ણના જીવન પ્રસંગોમાં આદર્શ જીવનનો સારઃ આચાર્ય દેવવ્રતજી

માધવપુરના પ દિવસના લોકમેળાને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ખૂલ્લો મુકાયોઃ મેળામાં દરરોજ રાત્રે ભારતની પૂર્વ અને પヘમિ સંસ્‍કૃતિને જોડતા રંગારંગ કાર્યક્રમો

પોરબંદર, તા.૧૮ : રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે  માધવપુર ઘેડ વિસ્‍તારમાં રૂક્ષ્મણીજી અને ભગવાન શ્રી કળષ્‍ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્‍સવના પ્રસંગ અંતર્ગત માધવપુરના લોકમેળાને આજે રામનવમીના પવિત્ર દિવસે ખુલ્લો મૂકયો હતો.

રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકમેળાના એ  ઉદઘાટન પ્રસંગે જણાવ્‍યું હતું કે, ભારતીય જીવનદર્શનમાં બે ઉચ્‍ચકોટિના વ્‍યક્‍તિત્‍વનો પ્રભાવ જોવા મળે છે. જેમાં એક વ્‍યક્‍તિત્‍વ છે ત્રેતાયુગમાં થઈ ગયેલ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ, કે જેમનો આજે જન્‍મદિવસ છે અને બીજું વ્‍યક્‍તિત્‍વ છે, દ્વાપરયુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કળષ્‍ણ..... આ બન્ને વ્‍યક્‍તિત્‍વ ભારતીય જીવનદર્શનમાં વ્‍યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવનદર્શનનો સાર તેમના જીવનપ્રસંગોમાંથી મળી રહે છે.

     આચાર્યશ્રી દેવવ્રતે વધુમાં જણાવ્‍યું કે, માધવપુરનો મેળો એ લગ્નપ્રસંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ ભારતની પૂર્વની સંસ્‍કળતિને પમિની સંસ્‍કળતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે. આ મેળામાં ઉત્તરપૂર્વના રાજ્‍યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્‍તકલા, ખાદ્યશાષા વગેરેનું નિદર્શન કરે છે. જેનાથી બન્ને સંસ્‍કળતિના મૂલ્‍યો સાથે એકતાંતણે જોડાય છે. તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વધારો થાય છે, તેમજ એકબીજા વચ્‍ચે ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને છે.

     રાજ્‍યપાલશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, ભગવાન શ્રી કળષ્‍ણએ તેમના જીવનકાર્યમાં એવા જીવનમૂલ્‍યોની સ્‍થાપના કરી છે. કે જેને આપણે આદર્શ જીવન ગણીએ છીએ. આવા આદર્શ મૂલ્‍યોની  પ્રે્રરણાનો ભાવ જગાવવા માટે આવા અવસરો ઉદ્દીપકનું કામ કરતા હોય છે.

     રાજ્‍યપાલશ્રીએ મહાભારતના પ્રસંગનો ઉલ્લેખ કરીને જણાવ્‍યું કે, મહાભારતમાં એવા દિવ્‍ય અને ભવ્‍ય વર્ણનો છે. જેમાંથી આપણે જીવનની સાચી દિશા મેળવી શકીએ છીએ. તેમાં દર્શાવેલા મૂલ્‍યો આપણને સાચા જીવનનું દર્શન કરાવે છે.

રાજયપાલશ્રીએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્‍યું કે, ભગવાન શ્રી કળષ્‍ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન બાદ ૧૨ વર્ષ સુધી બ્રહ્મ ચર્યનું નિર્વહન કરીને એક સંસ્‍કારી પુત્રને જન્‍મ આપ્‍યો હતો. આ નાનો એવો પ્રસંગ સમગ્ર જગત જ્‍યારે આજે ભોગવાદમાં વિલસી રહ્યું છે. ત્‍યારે તેનાથી કઈ રીતે બહાર નીકળીને સાચા અર્થમાં લગ્નને સંસ્‍કાર બનાવી શકાય તેનો ખ્‍યાલ આપે છે.

તેમણે બીજા પણ એક પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતું કે, સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ શ્રી કળષ્‍ણના જીવનદર્શન વિશે જણાવ્‍યું છે કે, શ્રી કળષ્‍ણના વ્‍યક્‍તિત્‍વમાં તેમના જન્‍મથી મરણ સુધી એકપણ પાપ આચર્યું નથી. તેવું સર્વાંગ અને સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વ શ્રીકળષ્‍ણનું છે. ગુજરાતનું એ સૌભાગ્‍ય છે કે ગુજરાતની ભૂમિ પર તેમણે પોતાનું રાજ્‍ય વસાવ્‍યું અને માધવપુરમાં લગ્ન કર્યાં. દરેક ગુજરાતીના જીવનમાં શ્રીકળષ્‍ણના જીવનઙ્ઘસંગો એક યા બીજી રીતે વણાયેલા છે. તે આ મહાન વ્‍યક્‍તિત્‍વની વિરાટતા દર્શાવે છે.

     રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  વધુમાં જણાવ્‍યું હતું કે, ભગવાન શ્રી કળષ્‍ણના જીવન પ્રસંગો આત્‍માથી પરમાત્‍મા સુધીનું દિવ્‍યદર્શન કરાવે છે. તે એટલા અદભૂત અને દિવ્‍ય છે કે તેમાંથી માનવસમાજને સ્‍ફૂર્તી અને પ્રેરણાં મળે છે. ધર્મની રક્ષા કાજે શું કરવું જોઈએ અને અધર્મના નાશ માટે કયા કર્તવ્‍યનું પાલન કરવું જોઈએ તેનો વિવેક તેમના વ્‍યક્‍તિત્‍વમાંથી આપણને સાંપડે છે. ભારતીય સંસ્‍કળતિમાં જો આ બન્ને મહાન વ્‍યક્‍તિત્‍વો નથી તો ભારતીય સંસ્‍કળતિનું મૂલ્‍ય નગણ્‍ય બની જાય તે પ્રકારનો અમૂલ્‍ય વારસો અને વિરાસત તેમણે માનવજગતને આપ્‍યો છે. અને કદાચ તેના કારણે જ આપણે દૈનિક જીવનમાં તેમની પૂજા કરીએ છીએ અને આપણાં હૃદયમાં ઉચ્‍ચકક્ષાએ તેમને બીરાજમાન કરીએ છીએ.

મેળાના ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્‍ય સચિવશ્રી રાજકુમારે માધવપુરનો મેળો બધા ઉત્‍સવમાં વિશેષ છે. ગુજરાત ઉત્‍સવોની ભૂમિ રહી છે.

રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્‍યું કે, દેશના રાજ્‍યોને એકતાંતણે બાંધતો આ મેળો માધવપુર ઘેડ ખાતે ચાર દિવસ અને એક દિવસ દ્વારકા એમ કુલ પાંચ દિવસ સુધી યોજાનાર છે. સુદૂર ઉત્તરપૂર્વી રાજ્‍યોના કલાકારો, ખાદ્યપાકશાષાીઓ પણ અહીં પધાર્યા છે.

પોરબંદર કલેક્‍ટર શ્રી કે.ડી.લાખાણીએ આભારદર્શન કરતાં જણાવ્‍યું હતું કે, માધવપુર મેળાની પરંપરાઓ અકબંધ રાખતાં એક મહિનાની વહીવટી તંત્રની વ્‍યાપક તૈયારીઓથી આ મેળાને સફળ બનાવવા માટે પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે. આ માટે જેણે પણ સાથ-સહયોગ આપ્‍યો છે. તેવા તમામ વિભાગો અને ઉત્તર-પૂર્વ રાજ્‍યના વિવિધ વિભાગોના સહકારની પણ તેમણે સરાહના કરી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

     આ મેળાની શરૂઆત દિપ પ્રાગટયથી થઈ હતી અને નોર્થ-ઈસ્‍ટના કલાકારો દ્વારા મહાનુભાવોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ અવસરે વાતાનુકૂલિત ડોમમાં મોટી સંખ્‍યામાં મેળાના મુલાકાતીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં અને રાજ્‍યપાલશ્રી સહિત મહાનુભાવોએ ઉત્તર-પૂર્વ અને ગુજરાતના કલાકારોની મંગલ માધવપુર' નામે સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિ નિહાળી હતી.

આ પ્રસંગે પ્રવાસન અગ્રસચિવ શ્રી હારિત શુક્‍લા, યુવક સેવા અને સાંસ્‍કળતિક સેવાઓના કમિશનર શ્રી આલોકકુમાર પાંડે, ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી અને કમિશનર શ્રી એસ.છાકછૂઆક, યુવક સેવા અને સાંસ્‍કળતિક ઙ્કવળત્તિઓ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી ડી.કે.વસાવા, દેવભૂમિ દ્વારકા કલેક્‍ટર શ્રી જી.ટી.પંડ્‍યા અને માધવપુર ઘેડના પ્રજાજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:45 pm IST)