Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

અમરેલીમાં ગદ્ય સેતુ ગ્રુપ દ્વારા બહેરા મૂંગા શાળામાં બાળકિશોર વિદ્યાર્થીઓ સમક્ષ બાળવાર્તા કથન, અભિનયસહ પ્રસ્‍તુતિ

રાજકોટ તા.૧૮: ગદ્ય સેતુ' ગ્રુપ અમરેલી દ્વારા અમરેલી ખાતે બહેરાં મૂંગા શાળામાં બાળ કિશોર વિદ્યાર્થીઓ માટે અભિનય સહ બાળવાર્તા કથનની પ્રેરક પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

અમરેલીના પ્રસિદ્ધ બાળસાહિત્‍યકાર વાસુદેવ સોઢા તથા રવજીભાઈ કાચા દ્વારા આ મૂક બધિર બાળકો સમક્ષ જાણીતી વાર્તાઓનું કથન - અભિનય સહ અને સાથે સાથે સંસ્‍થાના ખાસ ટ્રેનીંગ પામેલ શિક્ષક દ્રારા એમની વિશિષ્ટ સાઈનિંગ લેન્‍ગવેજ મારફત વાર્તાનો ભાવ પકડી સમજાવી અલગ જ કલ્‍પના વિશ્વમાં લઈ ગયા હતા.

આ તકે અમરેલીના જાણીતાં સર્જકો અને ગદ્ય સેતુ ગ્રુપ ના સભ્‍યો પરેશ મહેતા, વર્ષાબેન જોષી આ નવતર અભિગમ સાથેના ઉપક્રમ મા સાક્ષીભાવે ખાસ હાજર રહ્યા હતા. જાણીતા વાર્તાકાર ગોરધનભાઈ ભેસાણિયા દ્વારા ગિજુભાઈ બધેકા બાળવાર્તા કથન શ્રેણી અંતર્ગત ની આ પ્રેરક અને સાર્થક પ્રવૃત્તિઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

શાળા પરિવાર વતી રઘુભાઈ ભટ્ટ અને શિક્ષકગણ દ્વારા સહુનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.તેમજ શાળાને ખાસ લાભ આપી આ નવતર અભિગમ સાથેના પ્રયોગ બદલ રાજીપો વ્‍યક્‍ત કરવામાં આવેલ. ગદ્ય સાહિત્‍ય સેતુ ગ્રુપ ના સભ્‍યોએ પણ અભિનંદન પાઠવ્‍યા હતાં.

(1:44 pm IST)