Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સાવરકુંડલાના બે શખ્‍સો પાસા તળે જેલમાં

સાવરકુંડલા : અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ એ.એમ.પટેલએ સાવરકુંડલા કાપેલધાર ખાતે રહેતો શીલપેશ બાબુભાઈ વાળા અને સાગર ચતુરભાઈ સરૈયા ઉ.વ.૨૭, રહે.ધજડી, રામજી મંદીર પાસે ને પ્રોહી.ની ગે.કા. પ્રવળતિ કરતા ઇસમની સમાજ વિરોધી પ્રવળત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ અજય દહિયા દ્વારા બંને ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્‍યું કરવામાં આવ્‍યું હતું. જેમાં શિલ્‍પેશ બાબુભાઈ વાળા ઉ.વ.-૪૨ રહે. કાપેલધાર સાવરકુંડલાને મહેસાણાજિલ્લા જેલમાં તેમજ સાગર ચતુરભાઈ સરૈયા ઉ.વ.૨૭, રહે.ધજડી, રામજી મંદીર પાસે ને સુરત જેલમાં મોકલવામાં આવ્‍યા હતા

(2:23 pm IST)