Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જાફરાબાદના રોહીસા ગામે હજીરાપીરની દરગાહ પ્રાથમિક સૂવિધાથી વંચિત

સાવરકુંડલા તા. ૧૮ : જાફરાબાદ તાલુકાનું રોહિસા ગામેથી બે કિલોમીટર દૂર હઝરત હજીરાપીરની દરગાહ તેમજ તેમની બાજુમાં જ મહાદેવનું મંદિર તેમજ હનુમાનજીનું મંદિર તેમજ ભૂતડા દાદા ની જગ્‍યા એક જ સ્‍થળે આવેલી છે. જ્‍યાં દરવર્ષે ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવે છે. આ દરગાહના ખાદીમ ગફારબાપુ તેની (ખીદમત) કરી રહ્યા છે. આ એક એવું ધર્મિક સ્‍થળ છે. કે જ્‍યાં હિન્‍દુ મુસ્‍લિમ તેમજ અઢારે વર્ણના લોકોની આસ્‍થા જોડાયેલી છે.  દર ગુરૂવારે હિન્‍દુ મુસ્‍લિમ લોકો દર્શન માટે ઠેકઠેકાણેથી આવે છે.

રોહિસા ગામથી રોડ (રસ્‍તો) તદ્દન બિસ્‍માર હાલતમાં છે. અને વાહનો તેમજ યાત્રીકો માટે બે કિલોમીટર નો રસ્‍તો આઝાદી પછી આજદિન સુધી પાકો રોડ બનાવવામા આવ્‍યો નથી જેથી કરીને લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ ચોમાસામાં આ રસ્‍તો એકદમ અતિશય ખરાબ હાલતમાં હોય છે. 

રજૂઆતો કરેલ હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ ધ્‍યાન આપવામાં આવતું નથી આ એક આસ્‍થા નું મહાત્‍મ્‍ય કેન્‍દ્ર હોય લોકો ઊનાળો હોય કે શિયાળો કે પછી ચોમાસું રસ્‍તા ખરાબ હોવાછતાં પણ એકતાનું પ્રતિક ગણાતા આ દરગાહએ દર ગુરુવારે દુર દુરથી દર્શન તેમજ દીદાર કરવા માટે આવતા હોય  છે. લોકોની માંગણી છે કે આ રસ્‍તો વહેલામાં વહેલી તકે પાકો રોડ બનાવવામાં આવે તેવું લોકો દ્વારા જણાવાયું છે.

(1:40 pm IST)