Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જાફરાબાદના સામાકાંઠા વિસ્‍તારમાં ખદબદતી ગંદકી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ : જાફરાબાદના સામાકાંઠાના વિસ્‍તારના શહેરીજનો પાલિકાના વિવિધ કરવેરા ભરતા હોવા છતાં પણ સુવિધા આપવામાં થતાં તાતાથૈયા તલાવડી વિસ્‍તાર તથા બાલકળષ્‍ણ સોસાયટીના ભૂતડા દાદાના મંદિર બાજુમાં ખડકાયાલા કચરાના ઢગલા  નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ન આવતા દિનપ્રતિદિન ઉકળડો વધી રહ્યો છે. અને પવનના લીધે કાગળો ઉડી ઉડી રોડ સુધી આવતા હોવાથી આ ખડકાયેલા ઉકળાટથી નાગરિકો માં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા ને સામાકાંઠા વિસ્‍તારમાં ફેલાયેલા ઉકરડા અને ખદબદતી ગંદકી નજરમાં આવતું નથી સારીએવી સુવિધાઓ ઉભી કરી શકયા નથી સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન માત્રને માત્ર કાગળ પર ચાલતું હોવાનો શહેરીજનો કહે છે. આ ખડકાયેલા કચરાના ઢગલા વચ્‍ચે તેમજ ખદબદતી ગંદકી વચ્‍ચે જીવતી જનતા જનાર્દનની  ઉચ્‍ચ અધિકારી દ્વારા આ બાબતે ભાવનગર નિયામક શ્રી તથા જિલ્લા કલેકટર શ્રી દ્વારા નાગરિકો ની સમસ્‍યાનો અભ્‍યાસ કરી નિકાલ કરાવે તેવી જાફરાબાદ ની જનતા જનાર્દનની તથા બાલકળષ્‍ણ સોસાયટીના  સ્‍થાનિકો રહીશોની માંગ થઈ છે.

આ વિસ્‍તારોમાં લોકો ના રહેણાંક મકાનો આવેલ હોય  પરંતુ ઘણા સમયથી આ ઉકરડો દિનપ્રતિદિન ગંદકી થી ખદબદી રહ્યો હોય પરંતુ પાલિકા ગંભીર બનતી નથી આ દુર્ગધ મારતાં ઉકરડા બાબતે પાલિકા કોઈ નક્કર પગલાં ભરશે ?  લોકોનું સ્‍વાસ્‍થ્‍ય માટે આરોગ્‍ય માટે આ ઉકરડા નો નિકાલ કરવામાં આવશે ? આ ખડકાયેલ ગંદકીના ઢગલા ઉપર વહીવટી તંત્ર લાલ આંખ કરવાને બદલે આંખ આડા કાન કરવામાં આવશે ? તેવું નાગરિકો માંથી થતી ચર્ચાઓ આ ખદબદતી ગંદકીના લીધે ડેંગ્‍યૂ, મેલેરિયા, અન્‍ય બિમારીઓ ઉત્‍પન્ન થાય તો જવાબદાર કોન ?  સામાકાંઠા માં નાગરિકો દરેક સ્‍તરે વેરો ભરવા છતાં સારી એવી સુવિધા દેવામાં પાલિકા નિષ્‍ફળ સ્‍વચ્‍છતા બાબતે ઘોર બેદરકારી રાખવામાં આવી છે. તલાવડી  વિસ્‍તારમાં વસવાટ કરતા લોકોને આ ગંદકી ના લીધે બિમારી નો સામનો કરવો પડે તેવી મુસીબત પરંતુ આરોગ્‍ય વિભાગ ને પણ ધ્‍યાન ઉપર આવતું નથી પાલિકા ના જવાબદાર લોકો સફાઈ કરવા આવે છે. પરંતુ એક બે ટ્રેક્‍ટર કચરો ભરીને  ચાલ્‍યા જાય છે. અહીં થી લોકોની અવરજવર હોય આ ગંદકીના ગંજના લીધે દુર્ગંધ મારતું હોવાથી લોકોના આરોગ્‍ય સામે પણ ખતરનાક હોય પાલિકા દ્વારા અને આરોગ્‍ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાય તે પહેલાં પોરાનાશક કામગીરી તેમજ ડીડીટીનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.   માથાના દુઃખાવા સમાન ખડકાયેલા ઉકરડો સામે  પાલિકા ગંભીરતા લેશે ? આ ખડકાયેલા ઉકરડો અને ખદબદતી ગંદકી દૂર કરવા નગરપાલિકા ના જવાબદાર અધિકારી દ્વારા ગંભીરતા લઇ નિકાલ કરવામાં આવે તેવી ત્‍યાંના રહેવાસીઓની આક્રોશ સાથે પ્રબળ માંગણી છે.

(2:26 pm IST)