Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સાવરકુંડલા ખાતે ભગવાનશ્રી રામલલ્લાનું સ્‍વાગત કરતા જેનીબેન ઠુંમર

(દીપક પાંધી) સાવરકુંડલાઃ  સાવરકુંડલા ખાતે શ્રી રામ જન્‍મ મહોત્‍સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામજી ની જન્‍મ જયંતી નિમિત્તે શહેરમાં વિશાલ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યુ હતું અહી શોભાયાત્રા માં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર દ્વારા રિદ્ધિ સિદ્ધિ ચોકમાં ભગવાન શ્રી રામચંદ્રજી નું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને ભગવાન શ્રી રામચંદ્રજી ના આશિર્વાદ મેળવ્‍યા હતા જેનીબેન ઠુમ્‍મર સાથે પૂર્વ ધારાસભ્‍ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ,જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી , પુર્વ નગર સેવક અને સેવાભાવી આગેવાન હિતેશભાઈ સરેયા ,શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા ,શહેર કોંગ્રેસ યુવા આગેવાન હિતેશભાઈ જ્‍યાંણી સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. જ્‍યારે દેવલાગેટ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા ઉભા કરાયેલા પંડાલ માં  આગેવાનો દ્વારા જેનીબેન ઠુમ્‍મર નું ભાવભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(1:38 pm IST)