Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

માધવપુરના મેળામાં ત્રિપુરાના કલાકારોને ગુજરાતી વાનગી દાઢે વળગીઃ ભરપુર વખાણી

પોરબંદર તા.૧૮: માધવપુરના લોકમેળામાં સંગ્રાઈ મોગ ડાન્‍સનું પરફોર્મન્‍સ આપવા માટે આવેલ ત્રિપુરાના કલાકારોને ગુજરાતી ભોજનનો સ્‍વાદ દાઢે વળગ્‍યો છે.

માધવપુરના મેળામાં નોર્થ ઈસ્‍ટના રાજ્‍યો માંથી પર્ફોમન્‍સ કરવા માટે કલાકારો આવી પહોંચ્‍યા છે. તેઓને પોરબંદર શહેરમાં આવેલ પટેલ ર્બોડિંગ ખાતે રહેવા જમવા સહિતની વ્‍યવસ્‍થાઓ કરી આપવામાં આવી છે. ત્રિપુરાથી આવેલ રાજુ મોગ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે અમોને ૧૫ લોકો ટીમ સંગ્રાઇ મોગ ડાન્‍સનું પર્ફોમન્‍સ કરવા માટે આવ્‍યા છે. અમને અહીના લોકોનો સ્‍વભાવ અને મિલનસાર સ્‍વભાવ ગમ્‍યો છે. અત્‍યાર સુધીમાં મેં નેશનલ લેવલના ૮૦ જેટલા પર્ફોમન્‍સ આપ્‍યા છે, તેમાં સૌથી વધુ મને માધવપુરના મેળામાં આવવાનો અવસર મળ્‍યો તે ગમ્‍યું છે. અહીં મને સૌથી વધુ જે જમવાની વ્‍યવસ્‍થા કરાઈ છે તે ગમી છે. અમારા ત્રિપુરામાં જે ભોજન નથી, મળતું તે ભોજનનો સ્‍વાદ અહીં મેં માણ્‍યો છે, તેનો મને અનેરો આનંદ છે. અહીંના લોકો અમારી ખૂબ સારી રીતે વ્‍યવહાર કરે છે, તે પણ મને પસંદ આવ્‍યું છે.  રાજુ મોગ સાથે આવેલ તેમના ગ્રૂપના સિઉલી મોગે જણાવ્‍યું હતું કે અહીંના મને આલુ પરાઠાનો સ્‍વાદ ખૂબ જ ગમ્‍યો છે, અને અહીંના ભોજનના સ્‍વાદ જેવો સ્‍વાદ અત્‍યાર સુધી મે કયાંય માણ્‍યો નથી, માધવપુર આવવાનો આથી જ મને અનેરો આનંદ થયો છે

(1:35 pm IST)