Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાણવડના નવાગામ અને ઝારેરા ગામે બે મગરના રેસ્‍કયૂ

ખંભાળીયા, તા. ૧૮ : ભાણવડના નવાગામ ખાતે નદીની નજીક ગામ વિસ્‍તારમાં અને ઝારેરા ખાતે એક ખેડૂતની વાડીમાં મોડી રાત્રે મગર દેખા દેતા આ બંને સ્‍થળેથી વન વિભાગ - ભાણવડ અને એનિમલ લવર્સ ગળપને જાણ કરાઇ હતી. જાણ કરાતા તુરંત બંને જગ્‍યાએથી મગરને રેસકયુ કરી બરડાના પ્રાકળતિક આવાસમાં મુક્‍ત કરાયા હતા.

વળી આ તકે સ્‍થળ પર હાજર લોકોને આવા કોઈ વન્‍યજીવ કે સરીસળપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહિ પરંતુ રેસ્‍કયુ કરાવવા અપીલ કરાઇ હતી.

રેસ્‍કયુ કરનાર વનવિભાગના ફોરેસ્‍ટર ખીમભાઈ ચાવડા , રમદેભાઈ કોટા અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હુસેનભાઇ ભટ્ટી હતા.

(12:10 pm IST)