Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કોટડા સાંગાણીનાં રામોદમાં આヘર્યજનક લગ્ન લેવાયાઃ જાનનો ઉતારો સ્‍મશાનમાં અપાયોઃ ભુત પ્રેતનાં પરિધાનમાં નિકળ્‍યો વરઘોડો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.,૧૮: કોટડા સાંગાણીનાં રામોદ ગામમાં રાઠોડ પરિવારનાં આંગણે લગ્નની માંગલિક પરંપરાઓને બદલે અનોખા અને આર્યજનક લગ્ન યોજાયા હતા.

રામોદનાં મનસુખભાઇ રાઠોડ પરિવારની દીકરી પાયલનાં લગ્ન કમરકોટડાનાં મુકેશભાઈ સરવૈયાનાં પુત્ર જયેશ સાથે અનોખા રીતરીવાજથી યોજાયા હતા.

 લગ્ન માં પરંપરાગત રીવાજોને બદલે વિજ્ઞાન જાથાની વિચારધારાને અપનાવી વરરાજાની જાનને સ્‍મશાનમાં ઉતારો અપાયો હતો.વરઘોડામાં ભુત પ્રેતના ં પરિધાન પહેરાયા હતા.કન્‍યાએ પણ કાળી સાડી પહેરી વરરાજાને પોખ્‍યા હતા.

લગ્ન મંડપમાં મંગળ ફેરા પણ ઉંધા ફરાયા હતા.અહી શપ્તપદીને બદલે દેશનાં બંધારણનું વાંચન કરાયું હતુ.લગ્નમાં મુહૂર્ત કે ચોઘડીયાને કોઈ મહત્‍વ અપાયું ના હતું.

રાઠોડ પરીવારે ખોટા રીવાજોને તિલાંજલિ આપી સદીઓ જુની માન્‍યતાઓનું ખંડન કરી સમાજમાં નવો અભિગમ દાખવવા પ્રયત્‍ન કરાયાનું જણાવાયું હતુ.જેમા વિજ્ઞાન જાથાનાં જયંતભાઇ પંડ્‍યાનો વૈચારિક સહયોગ સાંપડ્‍યો હતો.

રામોદમાં યોજાયેલા નોખા અનોખા લગ્નને નિહાળવા ગ્રામજનો કુતુહલ સાથે ઉમટી પડ્‍યા હતા.

(12:09 pm IST)