Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સૂત્રાપાડામાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા

સુત્રાપાડા : રામ નવમી નિમિતે લોકો વેપારી મિત્રોએ પોતાના કામ ધંધા બંધ રાખીને શહેર તથા તાલુકાની જનતા જોડાયેલી અને સુત્રાપાડા શહેર ભગવા રંગ થી રંગાઈ ગયું હતું જેમાં શ્રી નવદુર્ગા મંદિરના પટાંગણમાં શ્રી રામ ભગવાનની પુજા આરતી કરવામાં આવી હતી ત્‍યારબાદ શોભાયાત્રા બસ સ્‍ટેશન રોડ સુત્રાપાડા બંદર આહીર સમાજ રાજપૂત ચોક, સુખનાથ ચોક, શ્રી રામ ચોક, લીમડા ચોક, વાછરાદાદા ચોક, આઝાદ ચોક, તેમ દરેક વિસ્‍તારમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ઠેર ઠેર જગ્‍યાએ શોભાયાત્રા નું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તેમજ સેવા ભાવિ સંસ્‍થાઓ અને મિત્રમંડળો દ્વારા પાણી, શરબત નું વિતરણ કરવામાં આવ્‍યું હતું. પાલિકા પ્રમુખ મનહરભાઇ બારડ, નગરપાલિકા ઉપ પ્રમુખ નરેશભાઇ કામળીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી દીપકભાઈ કછેલા, પૂર્વ પ્રમુખહરેશભાઈ મોરી, ધારાસભ્‍ય ભગવાનભાઇ બારડ, પ્રતિનિધિ વિજુભાઈ બારડ, શ્રી માંધાતા ગ્રૂપ ગીર સોમનાથ ના પ્રમુખ  રામભાઇ ચૌહાણ, ભાજપ મહામંત્રી  અનિલભાઈ જેઠવા, અરસિભાઈ બારડ, ધરમેશભાઈ બારડ, જુનાગઢ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના પ્રતિનિધિ તરીકે હરીશભાઈ ચુડાસમા વિજયસિંહ મોરી, સામાજિક કાર્યકર્તા વિરેનભાઇ બારડ, કાનભાઈ બારડ, જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ના પ્રતિનિધિ મહેન્‍દ્રભાઇ જોટવા, રાજેશભાઈ વંશ, રામભાઇ મેરગભાઈ બારડ તેમજ ડૉ. વાઘેલા સાહેબ, સિદ્ધરાજસિંહ દરબાર તેમજ સમાજ સંગઠનો, હોદ્દેદારો તેમજ દરેક સમાજના પ્રતિનિધિઓ આગેવાનો કાર્યકર્તાઓ યુવાનો મિત્રો વગેરે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી ભાજપ દિલીપભાઇ બારડ બહાર હોવાથી મેસેજ સંદેશ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને રામ નવમી ની શુભ કામના પાઠવી હતી તેમજ સુત્રાપાડા શહેર માં શ્રી રામના નારા સાથે રસ્‍તાઓ ગુંજી ઉઠ્‍યા હતા તેમજ પ્રાચીન મંદિર ચ્‍યવનવણ ઋષી આશ્રમ ખાતે  શોભાયાત્રાનું સમાપન થયું હતું. (તસ્‍વીર : અહેવાલઃ રામસિંહ મોરી- સુત્રાપાડા)

(12:08 pm IST)