Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ધ્રોલ-જામનગરના બે શખ્‍સો બે કિલો ગાંજા સાથે ઝબ્‍બે

જામનગર, તા., ૧૮: બે શખ્‍સો ગાંજો લઇને ધ્રોલ આવવાના છે અને  તે ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જય વાડીનાથ હોટલ પાસે ઉતરવાના છે. જેથી સદર જગ્‍યાએ જઇ વોચમાં રહી દરમ્‍યાન દરમ્‍યાન ૨ કિલો ગાંજો કી. રૂા. ર૦,૦૦૦ તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂા. ૩૦,૭૦૦  સાથે આરોપી (૧) શાહનવાજ ઇબ્રાહીમભાઇ શાહમદાર રહે. રઝવી સોસાયટી, બાવાગોરની દરગાહ પાસે, ધ્રોલ ,(ર) જાવીદ હાજીભાઇ ચાવડા રહે. મોટા આશાપુરાના મંદીર પાસે બચુનગર, જામનગરને પકડી પાડેલ છે.

ફરાર આરોપી ઝડપાયો

બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પાર્ટ-બી કલમ ૮(સી), ર૦(બી) (ર)(એ) ર૯ મુજબના ગુન્‍હામાં નાસતા ફરતાઆરોપી મામદ મુશાભાઇ કકલ રહે. જામનગરવાળો, હાલ ગ્રેઇન માર્કેટ, ત્રણ દરવાજા પાસે ઉભો હોય જેથી સદર જગ્‍યાએ જતા મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને હસ્‍તગત કરી  આગળની કાર્યવાહી થવા માટે સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

આ કાર્યવાહી એસઓજી પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.એમ.ઝેર તથા એસઓજી સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:07 pm IST)