Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ધોરાજીનો યુવાન પ વર્ષથી પાણીના કુંડાઓ ભરી અનોખી સેવા કરે છે

ધોરાજી તા. ૧૮: અત્‍યારે ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે ત્‍યારે અબોલ પક્ષીઓને ઉનાળામાં પીવાના પાણી સરળતાથી મળી રહે તે માટે કિશોર ઓટો નામની દુકાન ચલાવતો યુવાન ઉનાળામાં રોજ વહેલી સવારે પાણીના કેરબાઓ લઇ ધોરાજીની આવકાર ચોકડી, જામકંડોરણા ચોકડીના પૂલના કાણામાં લાકડાઓ પર પાણી કુંડાઓ ગોઠવેલ છે. અને રોજ સવારે પાણી ભરે છે. અને સવારે પક્ષીઓ પાણી રાહ જોઇને બેઠા હતા અને કુંડાઓમાં પાણી નાખતાજ કબુતરો અને કાબરો પાણી પીવા લાગેલ હતી જીતેન્‍દ્રભાઇ કોઠીયા છેલ્લા પાંચ વર્ષથી પક્ષીઓ પીવાનું પાણી મળી રહે તે માટે કુંડાઓને ગોઠવી રોજ પાણી ભરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડેલ હતું આ તકે તેમની સેવાઓને નગરજનોએ બીરદાવી હતી અનેઢ જીતેન્‍દ્રભાઇએ જણાવેલ કે ઉનાળાની સીઝનમાં લોકો પોતાના ઘર પાસે પણ પાણીના કુંડાઓ મુકી અબોલ પક્ષીઓ માટે રોજ પાણી ભરવા વિનંતી કરાય છે.

(2:16 pm IST)