Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પોરબંદર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ

 પોરબંદરઃ જિલ્લા લોકસભા સામાન્‍ય ચૂંટણી અંતર્ગત તા.૭ મેના રોજ મતદાન યોજનાર છે. જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સંગઠનો, સંસ્‍થાઓ, શાળા- કોલેજોમાં મતદાર જાગળતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારની ટીમ દ્વારા સ્‍વીપ અંતર્ગત મતદાર જાગળતિના કાર્યક્રમો શાળા કોલેજોમાં યોજવામાં આવે છે. પોરબંદર શહેરમાં આવેલ મેડિકલ કોલેજ ખાતે મતદાર જાગળતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ મતદાન જાગળતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવ ભંભાણીએ વિદ્યાર્થીઓને મતાધિકાર વિશે જાગળત કર્યા હતા. તે તસ્‍વીર.

(12:01 pm IST)