Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મેંદરડાના રાજેસરની સીમમાં વધુ બે ખેડૂતોના ૩૪,૨૦૦ના મુદ્દામાલની ચોરી

તસ્‍કરો ખાતર, સિલાઈ મશીન, ફુવારા ચોરી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: મેંદરડા તાલુકામાં વધુ બે સીમ ચોરીની ફરિયાદ થતા પોલીસે તસ્‍કરોને ઝડપી લેવા કમર કસી છે.

જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્‍તારમાં રહેતા જેંતીલાલ લાલજીભાઈ કાનાણીની મેંદરડા તાલુકાના રાજેસર ગામે વાડીમાંથી તસ્‍કરો રાસાયણિક ખાતર, સિલાઈ મશીન મળી કુલ રૂપિયા ૧૯,૦૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ ગઈકાલે મેંદરડા પોલીસમાં નોંધાઈ હતી.

આજ પ્રમાણે મેંદરડા ખાતે રહેતા ભનુભાઈ શામજીભાઈ ઝાલાણીની રાજેસરની સીમમાં આવેલ વાડીમાંથી પણ તસ્‍કરો મોટર ચાલુ કરવાનું સ્‍ટાર્ટર, પ્‍લાસ્‍ટિકની ખુરશી વગેરે મળી કુલ રૂપિયા ૧૫૨૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)