Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

માંડવીમાં ફ્રેન્‍ડશીપમાં યુવતી સાથે દુષ્‍કર્મ

ભુજ, તા.૧૮: ફ્રેન્‍ડશીપના ઓઠા તળે બંધાતા સબંધો માં લક્ષ્મણરેખા ઓળંગી અને શારીરિક સંબંધો બાંધવાના બનાવો વધ્‍યા છે. જોકે, આવા બનાવોમાં શરમના કારણે મોટા ભાગે ફરિયાદ મોડી થતી હોય છે. પણ, છેતરાયા હોય ત્‍યારે તરત જ હિંમતપૂર્વક ફરિયાદ કરવી જોઈએ. કચ્‍છના માંડવીમાં ૪ મહિના પૂર્વે બનેલા દુષ્‍કર્મની ફરિયાદ હવે નોંધાઈ છે. સુમેર અબ્‍દુલ કાદર ઉઠાર નામના યુવાને યુવતી સાથે ફ્રેન્‍ડશીપ કેળવી શરીર સંબંધ બાંધ્‍યો હતો. પોલીસે ફરિયાદ બાદ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(10:39 am IST)