Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુરેન્‍દ્રનગર જીલ્લાના પાંચ શખ્‍સો પાસા તળે જેલમાં

વઢવાણ,તો ૧૮: સુરેન્‍દ્રનગર જીલ્લા વિસ્‍તારમાં મારામારી લુંટ વિગેરે શરીર સબંધી ગુન્‍હાહિત અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ પ્રદીપભાઈ દિલીપભાઈ ખાચર રહે નાની મોલડી ચોટીલા, પૃથ્‍વીરાજસિંહ ઉર્ફે પૃથ્‍વીસિંહ અજીતસિંહ ગોહિલ રહે સરકારી દવાખાના પાસે વસ્‍તડી વઢવાણ, ઋષિરાજસિંહ રામસંગભાઇ જાદવ વઢવાણ પંજાબ નેશનલ બેંકથી આગળ સનરાઈઝ સ્‍કુલ પાસે વઢવાણ, રાજુભાઈ નાનુભાઈ ગમારા રહે કુંભારપરા શેરી ૧ વઢવાણ, યાસીનભાઈ રહેમાનભાઈ મોવર રહે હાઉસિંગ બોર્ડ જૂની ખરાવાડ ધાંગધ્રા સહીત ઇસમો વિરૂધ્‍ધ પાસા દરખાસ્‍ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્‍ટ્રેટ સુરેન્‍દ્રનગર નાઓ તરફ મોકલતા આ કામનાં સામાવાળા વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલસીબી સુરેન્‍દ્રનગર તથા જીલ્લાનાં પોલીસ સ્‍ટેશનની ટીમો ધ્‍વારા પકડી પાડી અટકાયતમાં લઇ પાસા વોરન્‍ટની બજવણી કરી લગત જેલ હવાલે કરેલ છે.

(10:36 am IST)