Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મોરબી-કચ્છ બેઠક અંગે મીડિયા MCMC કામગીરીનું ઓબ્ઝર્વર્સ દ્વારા નિરીક્ષણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લાકક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી(MCMC) અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમની ખર્ચ ઓબ્ઝર્વર્સ કે. અશોકકુમાર અને પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મુલાકાત લીધી હતી.  
નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ આ મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વરશ્રીની સાથે હાજર રહ્યા હતા. 
 
એમસીએમસી કંટ્રોલરૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ, દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયાએ ઓબ્ઝર્વરશ્રીને અવગત કરાવ્યા હતા. ઓબ્ઝર્વર્સશ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરીંગની કામગીરીને ખૂબ જ જરૂરી ગણાવીને ટીમને બિરદાવી હતી.

 

(9:35 am IST)