Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જામનગરમાં કુટણખાનું ઝડપાયું: ૯ને ઝડપી લેવાયા

જામનગર તા.રપઃ પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ નાઓની સુચના મુજબ એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ. ડોડીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના ફીરોજ દલ તથા નિર્મળસિંહ બી .જાડેજા તથા વનરાજભાઇ આહીર તથા મીતેશભાઇ પટેલને બાતમી રાહે હકીકત મળેલ કે, જામનગર અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીમાં નીતાબેન મહેન્દ્રભાઇ લુહાર તથા શોભના રામદે મેર તથા કિશન ભરત ગઢવી તથા તરામતી દિનેશ ભટ્ટ વિગેરે મળી બહારથી મહિલાઓ બોલાવી, કુટણખાનું ચલાવે છેે જ ેબાતમી આધારે રેઇડ કરતા કુટણખાનું ચલાવનાર (૧) નીતાબેન મહેન્દ્રભાઇ વાળા રહે. અંધાશ્રમ ફાટક પાસે, (ર) વિરલ મહેન્દ્રભાઇ વાળા રહે. અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક ૪૫/૧, (૩ા શોભનાબેન રામદેભાઇ બોખીરીયા, (૪) કિશનભાઇ ભરતભાઇ ગઢવી, (પ) તારામતીબેન દિનેશરાય ભટ્ટ રહે. અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની તેમજ (૧) ઇમરાનભાઇ ફારૂકભાઇ વીરાણી રહે. અલીયાબાડા મેમણ જમાત ખાના પાસે, (ર) દેવશીભાઇ નારણભાઇ બેલા રહે. અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક ૪૫/ર, (૩) મયુરસિંહ બળવંતસિંહ જાડેજા રહે. નવાગામ ઘેડ મધુવન સોસાયટી બ્લોક નં. ૧૩૩/ર, (૪) વિશાલ સુરેશભાઇ પરીયાણી રહે. રણજીતનગર જુનો હુડકો બ્લોક નં. ૧૧૧૪ જામનગરને

મજકુર કુટણખાના સંચાલક તથા પુરૂષ ગ્રાહકો મળી કુલ ૯ ને પકડી પાડી તેઓના કબજામાંથી રોકડ રૂ. ૨,૫૦,૦૦૦/- તથા બુલેટ વિગેરે મળી કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- વિગેરે કબજે કરી, તમામ વિરૂદ્ધ પો.સબ. ઇન્સ. આર.બી. ગોજીયાની ફરિયાદ આધારે પો.ઇન્સ. આર.એ.ડોડીયાએ કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ. ડોડીયાની સુચના મુજબ પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા કે.કે. ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, સંજયસિહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, પ્રતાપભાઇ ખાચર, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર, પ્રીયંકાબેન પટેલ વિગેરે દ્વારા કરવામા઼ આવેલ છે.

(4:31 pm IST)