Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબીમાં શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ :

મોરબી : યંગ ઇન્ડિયા તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવવા માટે જાણીતું છે ત્યારે આગામી ૨૩ માર્ચ શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને શ્રધ્ધાંજલી આપવા માટે અને આજના યુવાનો, વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓ વિશે,જાણે,સમજે એ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનો સ્વતંત્ર સંગ્રામ, આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ અને આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે સહિદ ભગતસિંહ એ વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ધોરણ ૮ થી કોલેજ સુધીના ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એન બન્ને ગ્રુપમાંથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે, સ્પર્ધાને સફળ બનાવવા દેવેનભાઈ રબારી,દિનેશભાઈ વડસોલા, મનોજભાઈ જોષી, દક્ષાબેન, જે.પી પાડલિયા, નવનીતભાઈ કાસુંદ્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.ઙ્ગનિબંધ સ્પર્ધા યોજાઇ તે તસવીર.

(11:37 am IST)