Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કચ્છમાં સ્વાઇન ફલૂનો ફફડાટ - વધુ ૧ મોત સાથે મૃત્યુ આંક ૧૧ : કુલ કેસ ૧૫૩

ભુજ તા. ૧૫ : શિયાળાની અસર સાથે જ કચ્છમાં સ્વાઈન ફલૂની અસર તીવ્ર બની છે. અત્યાર સુધી સ્વાઈન ફલૂના કેસોની સંખ્યા વધીને ૧૫૩ થઈ છે. જોકે, સ્વાઈન ફલૂ ના કારણે લોકો મોતના ખપ્પરમાં પણ હોમાઈ રહ્યા છે.

ગઈકાલે ભુજની મેમણ કોલોનીમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીનું સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. સતાવાર માહિતી અનુસાર કચ્છ માં સ્વાઈન ફલૂ થી મૃત્યુ પામનારાઓ ની સંખ્યા વધીને ૧૧ થઈ છે.

(10:19 am IST)