Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ચોટીલા પંથકમાં વાડીમાં ખાડામાં છૂપાવેલ સવા બે લાખનો દારૂ ઝડપાયો : ત્રણની ધરપકડ

વઢવાણ તા. ૩૧ : ચોટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. આઇ, કે.શેખ, હે.કો. દેવાભાઇ, ભોપાભાઈ, વસંતભાઈ, સરદારસિંહ, શેખાભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા ચોટીલા તાલુકાના પાંચવડા ગામે ઉગમણી કરાળ પાટી તરીકે ઓળખાતી સીમમાંથી આરોપી (૧) જયંતીભાઈ વેલશીભાઇ સોલંકી રહે. પાંચવડા, (૨) રાજુભાઇ ભાણભાઇ સોલંકી રહે. પાંચવડાં તથા (૩) મનસુખભાઇ મોહનભાઇ સોલંકી રહે. ખેરાણા વાળા હાજર મળી આવતા, તેઓને સાથે રાખી, આરોપી રાજુભાઇ વાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, વાડીની અંદર આવેલ ખાડામાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૭૪૪ કિંમત રૂ. ૨,૨૮,૦૦૦ તથા મો.સા. નં. ૦૧ કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૨,૪૮,૦૦૦ ના કુલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી લાલાભાઇ વિહાભાઇ મેટાળીયા હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું.

ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ કયાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)