Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વઢવાણના ભાજપ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ગુમ થયા? સોશ્યલ મિડીયામાં ૧૫ લાખના ઇનામ સાથે તસ્વીરો વાયરલ

વઢવાણ તા.૩૧: સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણના ભાજપના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ (મેકસનવાળા) ગુમ થયાની તસ્વીરો સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના મહામંત્રી ગિરીરાજસિંહ ઝાલા દ્વારા તેમનાં ફોટા સાથે સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા ભારે ચર્ચા જાગી છે.

સોશ્યલ મિડીયામાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલને શોધી લાવનારને રૂ. ૧૫ લાખનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

જયારે ભાજપ કાર્યાલય દ્વારા આ વાતને અફવા ગણાવી છે અને ધારાસભ્ય ધનજીભાઇ પટેલ વિદેશમાં તેમની ટીમ સાથે ગયા હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય ધનજીભાઇ પટેલનો મોબાઇલ (નં. ૯૮૨૫૨૨૫૫૫૯) ફોન ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓ મળી શકયા ન હતા.

(1:22 pm IST)